અઢી લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળો-હોમિયોપેથી ડોઝ અપાયા

ભુજ, તા. 3 : તા. 1 જાન્યુઆરીથી 23 માર્ચ સુધી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી કુલ 72,659 લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ 10021 લોકોને સંસમની વટી તથા 81,384 લોકોને હોમિયોપેથી ડોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો 24/3થી 20/5 સુધી કુલ 39,941 લોકોને આયુર્વેદિક ઉકાળા અને 58061 લોકોને હોમિયોપેથી ડોઝનું વિતરણથઇ કચ્છ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા 1,12,600 લોકોને કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા, 1,39,445લોકોને હોમિયોપેથિક ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના હાજાપર, સુખપર અને લોડાઇ, ભચાઉ તાલુકાના મેઘપર અને કંથકોટ, નખત્રાણા, અબડાસ તાલુકાના  જખૌ,  અંજાર તાલુકાના ચંદિયા અને વરસામેડી, મુંદરા તાલુકાના  કુંદરોડી અને દેશલપર કંઠી તેમજ રાપર અને ગાંધીધામની આસપાસના વિસ્તારમાં  ઉકાળો, હોમિયોપેથી દવાનું વિતરણ  વિવિધ હોમિયોપેથી ડિસ્પેન્સર રાપર, ભચાઉ તાલુકાના જંગી અને શિકારપુર, અંજાર તાલુકાના ટપ્પર, નવાગામ અને વીરા, મુંદરા તાલુકાના પત્રી, માંડવી તાલુકાના મસ્કા અને રાજપર, અબડાસા તાલુકાના સુથરી અને લખપત તાલુકાના પીપર ખાતે કરાયું હતું. લોકડાઉન દરમ્યાન વિવિધ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ તેમજ પાલારા જેલ ભુજ અને ગળપાદર જેલ ગાંધીધામ કુલ 8030 ડોઝ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી ઔષધોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer