સોશિયલ ડિસ્ટન્સિંગનું ક્યાંક કડકાઇથી પાલન તો ક્યાંક ઉડી રહ્યો છે છેદ

ભુજ, તા.3 :અનલોક-1ના આરંભ સાથે કચ્છમાં સામાન્ય બની રહેલાં જનજીવન વચ્ચે હજુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની બાબતમાં જોઇએ તેટલી ગંભીરતા કેળવાતી ન હોવાનું દર્શિત થતું જોવા મળી રહ્યું છે. આ બાબતે કોરોના સંક્રમણને ફેલાવવા માટે ઘાતક નીવડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ તો લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટ મળી ત્યારથી જ કચ્છમાં જનજીવન મહદ્અંશે સામાન્ય બનતું દેખાયું હતું, હવે અનલોક-1ના પ્રારંભ સાથે મોટાભાગની પાબંદીને હટાવી દેવામાં આવી છે. જો કે, તમામ નિયંત્રણો હટતાંની સાથે જ રસ્તા પર ચહલપહલ રૂટિન બની ગઇ?છે. ચહલપહલ સાથે જનજીવન સામાન્ય બની રહ્યાની વાત આવકારદાયક છે, પણ તેમાં અતિ મહત્ત્વની સામાજિક અંતર જાળવવાની બાબતનો છેદ ઉડાડવામાં આવતો હોય તો તેને જરા સરખુંય ચલાવી લેવું જોઇએ નહીં તેવો સ્પષ્ટ મત જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરાતો જોવા મળી રહ્યો છે.કચ્છમાં છૂટછાટો મળ્યા બાદ કોરોનાના કેસ વધ્યા હોવાનું સત્તાવાર આંકડા બોલી રહ્યા છે ત્યારે હવે તો લોકડાઉન લગભગ હટી જવા સાથે અનલોકનો તબક્કો શરૂ?થઇ ચૂક્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો એક હિસ્સો બનાવવાના બદલે હજુ અનેક લોકો એવા છે કે જેઓ આ મહત્ત્વની બાબતની અનદેખી કરી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવી હોવાના લીધે માસ્ક પહેરવા એટલે કે ફેસ કવર કરવાની બાબતમાં ચોક્કસથી જાગૃતતા આવી છે, પણ જ્યાં લોકોની અવરજવર વધુ રહે છે એવા બજાર સહિતના સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની બાબતમાં લોકો જાગૃત દેખાઇ રહ્યા નથી. ગોળ કુંડાળાં કરી કતારબદ્ધ ઊભા રહી ખરીદી કરવાના નિયમનું ક્યાંક પાલન થઇ રહ્યું છે તો ક્યાંક તેનો છેદ પણ ઉડી રહ્યો છે. જનજીવનને ધબકતું કરવાના આ પ્રયાસમાં લોકોએ સ્વયંભૂ જાગૃતિ દેખાડવી જ પડશે, કેમકે અંતે તો નુકસાન થશે કે ફાયદો તો લોકેને જ થવાનો છે.નોંધનીય છે કે, ખુદ રાજ્યના મુખ્યમંત્રી એકથી વધુ વાર કહી ચૂક્યા છે કે કોરોનાની લડાઇ?લાંબી ચાલવાની છે. લોકોએ જાગૃતિ સાથે સચોટતા દેખાડી ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બનવું પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer