મહામારીના પગલે અંજારમાં વિવિધ સેવા પ્રવૃત્તિ હાથ ધરાઇ

અંજાર, તા. 3 : શહેરી વિસ્તારમાં કોરોના વાયરસની મહામારીના ચલતે જરૂરતમંદોને સહાયરૂપ થવા અંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ પ્રેરિત રામકૃષ્ણ શારદા સેવાશ્રમ ટ્રસ્ટ અંજાર તરફથી જુદી જુદી માનવ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. શહેરમાં જરૂરતમંદોને દવા અંગેની સહાય ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી તથા હાટકેશ્વર હોમિયોપેથી દવાનું વિતરણ ડોક્ટર આર.જી. છાયાના સહયોગથી તથા રામકૃષ્ણ મિશનના માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા રાશનકિટનું વિતરણ જરૂરતમંદ વિધવા બહેનોને કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના શ્રમિકો અંજાર રેલવે સ્ટેશન પર બસ સ્ટેશનમાં પાણીની બોટલ તથા બિસ્કિટ પેકેટનું વિતરણ તથા જરૂરતમંદોને માસ્કનું વિતરણ કરવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિમાં નયનાબેન ભટ્ટ, દીપક જોટંગિયા, જીતુભાઇ દવે, પ્રવીણાબેન દરજી, કૌશિક શાહ, સુધાબેન સોલંકી વગેરે જોડાયાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer