ભુજમાં નશો કરેલી હાલતમાં પુત્ર દ્વારા માતા ઉપર હુમલો

ભુજ, તા. 3 : શહેરમાં રામનગરી વિસ્તારમાં ધનીબેન ભીખાભાઇ દેવીપૂજક (ઉ.વ. 45) નામની મહિલા ઉપર તેના મોટાપુત્ર રાજેશ દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયેલા ધનીબેને પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ ધનીબેન સાથે તેનો પુત્ર રાજેશ નશાયુકત હાલતમાં અવારનવાર માથાકૂટ કરે છે. આ જ માથાકૂટ અંતર્ગત તેણે ગઇકાલે ચપ્પુ વડે માતા ઉપર હુમલો કર્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer