ભુજ અને ગાંધીધામમાં માર્ગ અકસ્માતમાં બે જણ ઘવાયા

ભુજ, તા. 3 : આ શહેરમાં ઉપરાંત ગાંધીધામ ખાતે બનેલા માર્ગ અકસ્માતના જુદાજુદા બે કિસ્સામાં બે વ્યકિત ઘવાયા હતા. જેમને વધુ સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.પોલીસના જણાવ્યા મુજબ ભુજમાં ભીડનાકા બહાર શકિત હોટલથી આગળ રોડ ઉપર અજાણી બાઇકની ટકકર લાગતા પગપાળા જઇ રહેલા કાસમ અબ્દુલ્લકાદર સમા (ઉ.વ. 52)ને ઇજા થઇ હતી. અકસ્માત બાદ બાઇક નસાડી જવાઇ હતી. જયારે ગાંધીધામમાં ન્યાયાલયના નવા સંકુલ સામે યક્ષદાદા મંદિર પાસે એકટિવા સ્કુટર સાથે પાછળથી આવી રહેલી બાઇક અથડાતા અંજારના રાજેશ સરદાર ઠાકોર (ઉ.વ.30)ને ઇજાઓ થઇ હતી. તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer