મુંદરામાં ઘરની ભોખાળમાં છુપાવી રખાયેલો 38 બાટલી શરાબ ઝડપાયો

ભુજ, તા. 3 : મુંદરા નગરમાં બારોઇ રોડ ખાતેની શિવપારસ સોસાયટી સ્થિત પોતાના મકાનમાં દાદરા નીચે ભોખાળમાં છુપાવી રાખેલા રૂા. 13300ની કિંમતના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે સ્થાનિક પોલીસે મહેશ રામજીભાઇ ઠકકરને ઝડપી પાડયો હતો. સતાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ બાતમીના આધારે ગતરાત્રે આ દરોડો પડાયો હતો. જેમાં મહેશ ઠકકરના ઘરના દાદરા નીચે બનાવાયેલી ભોખાળમાં ધરબી રખાયેલી શરાબની 38 બાટલી કબજે કરી પ્રૌઢ વયના આ શખ્સની ધરપકડ કરાઇ હતી અને તેની સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer