અંજાર-મસ્કામાં બોલવામાં તકલીફ ધરાવતા લોકેનું કાઉન્સેલિન્ગ કરાયું

ભુજ, તા. 3 : સામાન્ય રીતે આજે દરેક મા-બાપને એક ઇચ્છા હોય છે કે પોતાનું બાળક સંપૂર્ણ માનસિક રીતે સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન તથા અભ્યાસમાં આગળ વધે. પરંતુ ઘણી વખત ઘણી મનોવૈજ્ઞાનિક તકલીફ તથા બાળમનોરોગો, ઓટીઝમ, બોલવામાં ખામી, ડીપ્રેશન, મેનીયા, ધૂનરોગ, પર્સનાલિટી ડીસઓર્ડર જેવી સ્થિતિને કારણે આ પ્રકારની તકલીફ ધરાવતું બાળક કે વ્યક્તિ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી.શાળાના અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી તથા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ શકતો નથી. ઓટીઝમ કેર ગુજરાત દ્વારા બોલાવામાં થતી તકલીફો તથા ઓટીઝમ ધરાવતા લોકો માટે અંજાર અને મસ્કામાં સાયકોલોજીકલ વેબિનાર તથા કાઉન્સલીંગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વેબિનારનો હેતુ બાળકના માતાપિતા તેમનામાં રહેલા લક્ષ્ણો જેવાકે સ્પીચનો મોડો અથવા નહીંવત વિકાસ, સમજણ શક્તિનો વિકાસ ના થવો, વધુ પડતા તોફાન, ભણવામાં ધ્યાન ના આપવું જેવી સમસ્યાઓનો ઉકેલ કેમ કરવો તથા લોકડાઉન જેવી પરિસ્થિતિ વચ્ચે ઓટીઝમ તથા મંદબુદ્ધિ ધરાવતા બાળકો સાથે કેવું વર્તન કરવું. થેરાપી પ્લાન, આઇકયુને લગતી સમસ્યાઓ વિષે વિગત વાર માહિતી આપી હતી. વધુ માહિતી માટે હેલ્પ લાઇન નંબર 93740 44341 અથવા સાભિંવફાશિંતળભફયિ।઼ લળફશહ.ભજ્ઞળ પર સંપર્ક કરવા જણાવ્યું છે. વેબિનારને સફળ બનાવવા માટે ડો. ઋત્વિજ અંજારિયાના માર્ગદર્શન હેઠળ શ્રુતિ હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સર્વ સેવા સંઘ ભુજ સંચાલિત એન્કરવાલા જનરલ હોસ્પિટલ દ્વારા સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ બોલવામાં થતી તકલીફો તથા ઓટીઝમ ધરાવતા  લોકો માટે આયોજન સાયકોલોજીકલ કાઉન્સલીંગનો 104 દર્દીઓએ લાભ લીધો હતો. ડો. મૃગેશ બારડ દ્વારા જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer