કચ્છના ઔદ્યોગિક એકમોમાં સલામતીનાં પગલાં સૂ‰ચવાયાં

આદિપુર, તા. 3 : કચ્છના ઔદ્યોગિક એકમોમાં આગામી વરસાદી સિઝનમાં અનિચ્છનીય બનાવો ન બને તે માટે અહીંની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા સલામતીનાં પગલાં લેવા પરિપત્ર કરાયો છે. જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં કામદારો માટે બનાવાયેલા અસ્થાઇ આવાસો દૂર કરી સલામત સ્થળે ખસેડવા, વરસાદી ગટરો સાફ કરવા, જ્વલનશીલ, રિએક્ટિવ પદાર્થોના સ્થળે પાણી ન ભરાય તેની કાળજી રાખવા, ઇલેકટ્રીક વાયરિંગના લૂઝ કનેકશન, ટેમ્પરરી કનેકશન દૂર કરવા, ચાલુ વરસાદે છાપરા કે ઊંચાઇ પર કામ મુલતવી રાખવા, જરૂરી હોય તો સેફટી બેલ્ટ, નેટ વગેરેનો ઉપયોગ કરવા, ઊંચાઇ પર લગાવાયેલા બોર્ડ, હોર્ડિંગ્સ નીચે ઉતારી લેવા, ફાયર સેફટીના સાધનો સર્વિસ, રિફીલિંગ કરાવવા, કામદારોમાં રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવા, લાઇટનિંગ એરેસ્ટરનું અર્થિંગ ચેક કરી કાર્યક્ષમ બનાવવા સહિતનાં સાવચેતનાં પગલાં લેવા તેમજ આ કામગીરીનો અહેવાલ કચેરીએ સત્વરે મોકલી આપવા જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer