મુખ્યમંત્રીએ તો એક વર્ષ પૂર્વે સૂચના આપી હતી પણ નકારાત્મક અધિકારીઓને લીધે કામ અટકી ગયું

ભુજ, તા. 2 : બે દિવસની રાહત બાદ આજે ફરી કચ્છમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં દર્દીઓની સંખ્યા બે લાખની નજીક પહોંચી છે. ત્યાં કચ્છનો આંકડો 82 થઈ ગયો છે. જિલ્લાના આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી પ્રમાણે અંજાર તાલુકાના ખોખરા ગામના 59 વર્ષીય પુરુષ અન ગાંધીધામ ખાતે સેકટર પાંચમાં કવોરેન્ટાઈન સમય ગાળી રહેલા 60 વર્ષીય અન્ય એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગાંધીધામના વૃદ્ધનું પાછળથી મોત નીપજયું હતું. આજે નવા બે કેસ આવતાં કચ્છમાં પોઝિટિવ કેસનો આંકડો 82એ પહોંચ્યો છે. તો 59 જણ તો સાજા થઈ જતાં રજા પણ આપી દેવામાં આવી છે. તેમ છતાં 20 દર્દીઓ હજુ પણ કોરોના માટેના અલાયદા આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી એક દર્દીની હાલત ગંભીર બતાવાઈ રહી છે. દાખલ થયેલા કુલ 82 દર્દીઓમાંથી ત્રણના મોત થઈ ચૂકયા છે. આજે નવા બે કેસ આવતાં ખોખરા અને ગાંધીધામના સેકટર પાંચના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.બીજીબાજુ કચ્છના જુદા જુદા વિસ્તારમાંથી કારોના પોઝિટિવ કેસ આવતાં હોવાથી કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે વધુ લોકોને સંક્રમિત થતાં અટકાવવા એ સમગ્ર  વિસ્તારને સીલ એટલે કે કન્ટેઈન્મેન્ટ ઝોન નક્કી કરી દેવામાં આવે છે. આજે કચ્છના કલેકટરે રાપરના દુબરિયા અને સામખિયાળીના જમાતખાના વિસ્તારને કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાપરના દુબરિયા વાડી વિસ્તારમાં પશ્ચિમ દિશાથી 300 મીટર ખુલ્લું મેદાન ત્યારબાદ નદીનો પટ આવેલો છે ઉત્તર દિશા બાજુ ખુલ્લું મેદાન ત્યારબાદ દૂધ ડેરીનો વિસ્તાર  છે પૂર્વ બાજુ બે રહેણાંક મકાન તેમજ રસ્તો અને દક્ષિણ બાજુ શેરી અને પાંચ મકાનોવાળા વિસ્તારને તા. 10/6 સુધી કોવિડ-19 કન્ટેઈન્મેન્ટ વિસ્તાર કલેકટર મેજીસ્ટ્રેટ  પ્રવીણા ડી.કે. દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં રાપર શહેરના દુબરિયા વાડી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer