કચ્છના નર્મદા પ્રાણપ્રશ્ને શાસક પક્ષ રાજકારણ રમવું બંધ કરે

રાપર, તા. 2 : સમગ્ર કચ્છની જીવાદોરી અને પ્રાણ સમા નર્મદાના જળ મુદ્દે શાસક પક્ષ રાજકારણ ખેલવાનું બંધ કરે અને એક થઈને લડત કરવામાં આવે તો સરકારે પણ ચોક્કસ પરિણામ આપવું પડશે, તેવું રાપર વિભાગના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ધારાસભ્યે જણાવ્યું હતું કે, કચ્છના નર્મદા પ્રશ્ને પૂર્વ રાજ્યંમત્રી તારાચંદભાઈ છેડાએ બાંયો ચડાવી છે ત્યારે તેમને ખુલ્લું સમર્થન દર્શાવીને ઉમેર્યું હતું કે, જરૂર પડયે તેમનાં સમર્થનમાં ગાંધીનગર ખાતે અનશન પર ઊતરવા તૈયાર છે. તેમણે એવી ટીકા કરી હતી કે, સાંસદ, રાજ્યમંત્રી અને ભુજ, મુંદરા, ગાંધીધામ ધારાસભ્ય, જિ.પં.ના પ્રમુખના નર્મદા અંગેના નિવેદન દુ:ખદ છે. માત્ર નિવેદનથી નર્મદા કચ્છમાં પહોંચતી હોત તો વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ પહોંચી ગયા હોત, તેમણે ઉમેર્યું હતું કે, શ્રી છેડા જો લડત છેડશે તો ગાંધીનગર સુધી કૂચ માટે પણ તૈયારી દર્શાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer