મીઠીરોહર નજીક ટ્રેન હેઠળ અજ્ઞાત યુવાને જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 2 : આ તાલુકાના મીઠીરોહર નજીક કોઇ ટ્રેન હડફેટે આવી જતાં 30 વર્ષીય અજાણ્યા યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મીઠીરોહર ફાટકથી એ. વી. જોશી પુલિયા વચ્ચે રેલવે કિ.મી. નંબર 231 પાસે આ બનાવ બન્યો હતો. રાત્રિના ભાગે કોઇ ટ્રેનની હડફેટે ચડતાં 30 વર્ષીય અજાણ્યા યુવાનનું અડધું ધડ કપાઇ જતાં તેનું ત્યાં જ મોત થયું હતું. આ અજાણ્યા યુવાને જીન્સનું પેન્ટ, ટી-શર્ટ પહેર્યું હતું. તેના મોઢા ઉપર મસાની નિશાની છે. તેના કપડામાંથી બીજું કાંઇ મળ્યું નથી. હાલમાં મુસાફર ટ્રેનો હોવાથી કોઇ માલગાડી નીચે આ યુવાન આવી ગયો હોવાનું અનુમાન છે. તેની ઓળખ માટે પોલીસે આસપાસની કંપનીઓમાં તપાસ હાથ?ધરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer