રાજ્યના કોન્ટ્રાક્ટ કેરેજ બસ ઓપરેટરોને સરકારની રાહત

ભુજ, તા. 2 : કોવિડ-19 સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને કોન્ટ્રાકટ કેરેજ બસોને જુન 2020 સુધી નોન યુઝ માટે રજૂ કરવાની મુદ્દત તા. 9/6 સુધી અને નોનયુઝ  પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તા. 25/6 સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.વાહનવ્યવહાર મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં કોન્ટ્રાકટ કેરેજ બસોના ઓપરેટરોને થયેલ નુકસાનને ધ્યાનમાં રાખી સરકારે સામાં પગલે 25/03/2020ના ઠરાવથી કોન્ટ્રાકટ કેરેજ બસોને નોન યુઝમાં મૂકવાની સરળ પદ્ધતિ નક્કી કરી હતી. આ પધ્ધતિ મુજબ પેસેન્જર બસ ઓપરેટરોને એડવાન્સ ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ એડવાન્સ ટેક્ષ ભરવાની મુક્તિ  31/05/2020 સુધી અમલમાં હતી. તેમણે ઉમેર્યું કે, લોકડાઉનના કારણે કોન્ટ્રાકટ કેરેજ બસોને વ્યવસાય થયેલ નથી, આથી કોન્ટ્રાકટ કેરેજ બસોનાં વેરા ભરવા તથા ટેક્ષ ભરવાની તારીખ લંબાવવા બાબતની રજૂઆત બસ ઓપરેટરો દ્વારામુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના સમક્ષ કરવામાંઆવી હતી. તેને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ મહત્ત્વનો નિર્ણય કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer