ભચાઉમાં બીડીને મુદ્દે યુવાનને હૂક ફટકાર્યું

ગાંધીધામ, તા. 2 : ભચાઉના જય માતાજી ચોક નજીક એક ઇસમે બીડી માટે એક યુવાન ઉપર લોખંડના હૂક વડે હુમલો કર્યો હતો. ભચાઉના મણીનગરમાં હડકવાઇ માતાજીના મંદિરની બાજુમાં રહેતા રામજી મૂળજી દેવી પૂજકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી શાકભાજીનો વ્યવસાય કરનારા આ યુવાન તથા તેમની પત્ની જય માતાજી ચોકમાં જૈન ભોજન શાળામાં જમવાનું લેવા માટે ગયા હતા. ત્યાં અભલો ઉર્ફે અબ્બાસ ઓસમાણ ક્કલ નામનો ઇસમ હાજર હતો.આ શખ્સે બીડી માંગતા ફરિયાદી યુવાને પોતાની પાસે બીડી ન હોવાનું કહ્યું હતું. પરિણામે ઉશ્કેરાયેલા આરોપીએ લોખંડનું હૂક કાઢી યુવાનની પીઠ, ગળા અને માથામાં ઘા ઝીંકી દીધા હતા.રાડા રાડના પગલે આરોપી નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer