ભચાઉના રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂ શોધી કાઢયો

ગાંધીધામ, તા. 2 : ભચાઉમાં આવેલી જલારામ સોસાયટીના એક મકાનમાંથી પોલીસે રૂા. 6650નો શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ આરોપી હાજર મળ્યો નહોતો. ભચાઉની જલારામ સોસાયટીમાં હનુમાન મંદિર પાસે રહેતા મહેબૂબ જાનમામદ રાયમાના મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. આ ઇસમને પોલીસ આવતી હોવાની જાણ થઇ ગઇ હોય તેમ તે ઘરના દરવાજા ખુલ્લા મૂકીને નાસી ગયો હતો. તેના ઘરની અંદર આવેલા પેટી પલંગમાંથી પાર્ટી સ્પેશ્યલ અને રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કીની 16 બોટલ કિંમત રૂા. 6650નો શરાબ જપ્ત કરાયો હતો. હાથમાં ન આવનારા આ ઇસમને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer