ભુજમાં વધુ એક ગેરકાયદે પશુ કતલખાનું ઝડપી પડાયું

ભુજ, તા. 2 : શહેરમાં ખાટકી ફળિયા ખાતે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ચાલતા બકરાના કતલખાનાને સ્થાનિક પોલીસે દરોડો પાડી પકડી પાડયું હતું. આ પ્રકરણમાં ત્રણ ઇસમની ધરપકડ કરાઇ હતી અને તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ આ પ્રકરણમાં ખાટકી ફળિયામાં હારૂન જવેલર્સ સામેની ગલીમાં રહેતા અબ્બાસ અદ્રેમાન ખાટકી, હાજી સલીમ ખાટકી અને ઇકબાલ જુશબ ખાટકીને પકડાયા હતા. તેમની પાસેથી બકરાનું બાર કિલો જેટલું માંસ, કતલ કરવાના સાધનો અને વજનકાંટો વગેરે કબજે કરાયા હતા. આરોપીઓ દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવી પશુઓની કતલ થતી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer