દ. આફ્રિકાના પ્રેક્ટિસ કેમ્પનો આવતા સપ્તાહથી પ્રારંભ થશે

જોહાનિસબર્ગ, તા. 2 : સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોવિડ-19ની મહામારી બાદ આવતા સપ્તાહથી ફરી મેદાને પ્રેકટીસનો પ્રારંભ કરશે. આફ્રિકાની ટીમ છેલ્લે ભારતના પ્રવાસે ત્રણ વન ડેની શ્રેણી રમવા ફેબ્રુઆરી મહિનામાં આવી હતી. જેની પહેલી વન-ડે ધર્મશાલામાં વરસાદમાં ધોવાઇ ગઈ હતી. જયારે બાકીની બે મેચ કોરોના વાઇરસને લીધે રદ કરાઈ હતી. ત્યાર બાદથી આફ્રિકામાં પણ લોકડાઉનને લીધે તમામ ખેલ ગતિવિધિ બંધ હાલતમાં છે. હવે આફ્રિકાની સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી છે. આથી દ. આફ્રિકા ક્રિકેટ બોર્ડે નેશનલ ટીમના સંભવિત ખેલાડીઓ માટે આવતા સપ્તાહથી પ્રેકટીસ કેમ્પનો પ્રારંભ કરવાની આજે જાહેરાત કરી છે. આફ્રિકાને જુલાઇ-ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ બે ટેસ્ટ અને પ ટી-20 મેચની શ્રેણી રમવાની છે. જે રદ થવાની છે. આફ્રિકાની ટીમ ઓગસ્ટના અંતમાં ભારતમાં ત્રણ ટી-20 મેચ રમવા આવવાની છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer