ટીમ ઇન્ડિયા માટે ચાર તબક્કામાં અભ્યાસ સત્ર શરૂ થશે

નવી દિલ્હી, તા.2: ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનું કહેવું છે કે દેશના ટોચના ક્રિકેટરો માટે ચાર તબક્કામાં અભ્યાસ સત્રનું આયોજન કરવામાં આવી રહ્યંy છે. આથી શિબિર શરૂ થયાના ચારથી છ સપ્તાહની અંદર ખેલાડીઓ પૂરી ફિટનેસ હાંસલ કરી લેશે. શ્રીધર 2014થી ટીમ ઇન્ડિયા સાથે છે. તેમણે કોરોના મહામારીને લીધે બંધ પડેલ ખેલ ગતિવિધિ ફરી શરૂ થયા બાદ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્મા જેવા ઇન્ટરનેશનલ સ્ટારને કેવી રીતે તૈયાર કરવામાં આવશે તેની માહિતી આપી હતી. ફિલ્ડિંગ કોચ શ્રીધરે કહ્યંy કે જ્યારે પણ બીસીસીઆઇ તરફથી કેમ્પની તારીખ નક્કી થશે ત્યારથી અમારી યોજનાની શરૂઆત થઇ જશે. સૌથી મોટો પડકાર ખેલાડીઓને મેદાન પર લાવીને તેમની ફિટનેસ અને ફોર્મ પર કામ કરવાનો છે. કારણ કે તેઓ લગભગ ત્રણ મહિનાથી આઉટડોર પ્રેકટીસથી દૂર છે. શરૂઆતમાં ધ્યાન રાખશે કે ખેલાડીઓ ઇજાનો ભોગ ન બને. આ માટે સામાન્ય અભ્યાસ થશે. બીજા તબક્કામાં એથી આગળ વધશું. એ પછી ગતિ અને પ્રેકટીસ બન્નેને વધારવામાં આવશે. આખરી તબક્કામાં ખેલાડીઓને મેચની જેમ જ અભ્યાસ કરાવવામાં આવશે. ખાસ કરીને ઝડપી બોલરોને શરૂઆતમાં અરધા રનઅપથી બોલિંગ કરાવવામાં આવશે. કદાચ ખેલાડીઓના જૂથ બનાવીને અલગ અલગ સમયે અભ્યાસ પણ કરાવો પડી શકે છે. તેમ 49 વર્ષીય ફિલ્ડિંગ કોચ શ્રીધરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer