દેવપર યક્ષ નજીક બે ઊભેલી ટ્રકમાંથી 11 હજારની ડીઝલ ચોરી : આરોપી હાથવેંતે

ભુજ, તા. 2 : નખત્રાણા તાલુકામાં દેવપર (યક્ષ) નજીક બે ઊભેલી ટ્રકમાંથી રૂા. 11450ની કિંમતનું ડીઝલ ચોરી થવા બાબતે પોલીસ ફરિયાદ લખાવાઇ હતી. આ પ્રકરણમાં આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ચનુભા દાનસંગજી પઢિયાર અને દેવાજી કાનુભા જાડેજાની માલિકીની બે ટ્રકમાંથી આ ઘટનામાં 400 લિટર જેટલું ડીઝલ ચોરાયું હતું. આ બાબતે અજ્ઞાત આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. દરમ્યાન ચોરીની આ ઘટના સમયે લોકો શકમંદ આરોપીને જોઇ જતાં તેને પકડી પડાયો હતો અને આરોપીની જીપકાર પણ કબ્જે કરાઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer