નાના કપાયા : ઘર પાસે બકવાસ માટે ના પડાતાં લાકડી વડે થયેલા હુમલામાં બે ઘવાયા

ભુજ, તા. 2 : મુંદરા નજીકના નાનાકપાયા ગામે લક્ષ્મી રેસીડેન્સી પાછળના વિસ્તારમાં ઘર પાસે અશ્લીલ શબ્દો સાથે બકવાસ કરવાની ના પાડવાના મુદ્દે લાકડી વડે થયેલા હુમલામાં બે જણ ઘવાયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ રવિવારે રાત્રે બનેલા આ કિસ્સામાં મૂળ ઉત્તરપ્રદેશના વતની રાધામોહન જવરાસિંહ કઠેરીયા (ઉ.વ.34) અને સાહેદ ઇરફાન કરીમ મોખાને ઇજાઓ થઇ હતી. હુમલા બાબતે નાનાકપાયાના શંકર જયસ્વાલ અને અભિષેક શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ કરાવાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer