આદિપુરના ધારાશાત્રીનો અંતે જામીન પર છુટકારો

ગાંધીધામ, તા. 2 : એ.ટી.એમ. ઉચાપત પ્રકરણમાં ધરપકડ કરાયેલા ધારાશાત્રીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.વર્ષ 2012માં ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ પોલીસ મથકોએ એ.ટી.એમ.માંથી ઉચાપતના કિસ્સા અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં જે તે વખતે એલ.સી.બી. અને બાદમાં અંજાર એ.એસ.પી.ને તપાસ સોંપવામાં આવી હતી. અંતે આ બનાવની તપાસ રાજ્યની એ.ટી.એસ.ને આપવામાં આવી હતી.એ.ટી.એસ.ની ટીમે થોડા દિવસ પહેલાં ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા બનાવમાં આદિપુરના ધારાશાત્રી દિલીપકુમાર જોશીની ધરપકડ કરી હતી. તેમના બે દિવસના રિમાન્ડ ભચાઉની કોર્ટે મંજૂર કર્યા હતા. બે દિવસ પૂર્ણ થતાં આ ધારાશાત્રીને આજે ભચાઉના ન્યાયાધીશ એમ. આર. ઠક્કર સમક્ષ?રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં બંને પક્ષોની દલીલો બાદ ધારાશાત્રીના જામીન મંજૂર કરાયા હતા અને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer