28 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 36 હજારથી વધુ લોકોનો સર્વે કરાયો

ભુજ, તા. 2 : વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ-19માં લોકડાઉન-4માં કચ્છમાં જિલ્લા કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 28 કન્ટેઇનમેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 36015 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 80 શંકાસ્પદ કેસોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં બે કેસ  સામે આવ્યા છે. બંનેને  આદિપુર હરિઓમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોની કવોરેન્ટાઇન અંગેની વિગતોમાં  કુલ 2615 જેટલા લોકો સંસ્થાકીય કવોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં કુલ 2559 લોકોને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કવોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 309 લોકોને સંસ્થાકીય કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 561 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer