ભુજના ચકચારી લૂંટના કેસમાં આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 2 : શહેરમાં નવી ઉમેદનગર કોલોની ખાતે વૃદ્ધ વયના દરજી મહિલા દમયંતીબેન કરશન સોલંકીના ઘરમાં ઘૂસી તેમના ઉપર હુમલો કરવા સાથે દાગીનાની લૂંટ થવાના ચર્ચાસ્પદ મામલામાં અદાલતે ધૈર્ય મનીષભભાઇ પરમાર નામના આરોપીની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.આ જામીન અરજીની સુનાવણી દરમ્યાન સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી અને ફરિયાદ પક્ષ વતી વરિષ્ઠ ધારાશાત્રી હેમાસિંહ સી. ચૌધરી સાથે ઐશ્વર્યા એચ. ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ મહેતા રહ્યા હતા. દરમ્યાન આ લૂંટ કેસના મહિલા આરોપી કૃપા ચિરાગ મકવાણાને ગઇકાલે અદાલતે જામીન આપ્યા હતા. તેમના વકીલ તરીકે અમિત એ. ઠકકર સાથે કે.કે. સંઘાર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer