માંડવીના ધારાશાત્રીનો વળતો વાર : સમાધાનનું પાલન ન કરવા સાથે ફરિયાદ ખોટી

ભુજ, તા. 2 : માંડવી શહેરમાં અખબારી પ્રતિનિધિ ઉપર ધારાશાત્રી દ્વારા હુમલાની ઘટનામાં જેમની સામે ફરિયાદ દાખલ કરાઇ છે તે માંડવી બારના અધ્યક્ષ અને માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખેરાજભાઇ એન. રાગ (ગઢવી) દ્વારા પત્રકાર પરિષદ યોજી એવી પ્રતિક્રિયા અપાઇ હતી કે એપ્રિલ-2019માં અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અન્વયે તેમણે માનહાનિનો પાંચ લાખનો દાવો કર્યો હતો. જેમાં બાદમાં વરિષ્ઠ વકીલોની મધ્યસ્થીથી અખબારી પ્રતિનિધિ સુરેશગિરિ ગોસ્વામી માંડવી બારને રૂા. 51 હજારનું ડોનેશન આપે તેવું સમાધાન થયું હતું. આ સમાધાનનું અત્યાર સુધી પાલન ન થતાં આ બાબતે પોતે રૂબરૂ મળવા ગયા ત્યારે હુમલાનો સમગ્ર કિસ્સો ઊભો કરી ખોટી ફરિયાદ નોંધાવાઇ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો અને સત્ય બહાર લાવવા હિમાયત કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer