કચ્છના ડિસેલીનેશન પ્લાન્ટ અંગે પણ અવાજ ઉઠાવવાની તાતી જરૂરત છે

ગાંધીધામ, તા. 1 : કચ્છના નર્મદા કેનાલના પ્રશ્ને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ ગુજરાત સરકાર ની ઈચ્છાશક્તિના અભાવની રાવ દિલ્હી સુધી પહોંચાડી હતી. આ પહેલને અંજાર કોર્મસ એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલે બિરદાવી હતી. કાઉન્સિલના પ્રમુખ શિરીષ હરિયાએ એક યાદીમાં કહ્યંy હતું કે કચ્છના ઘણા પ્રશ્નો સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ દ્વારા માત્ર રજૂઆત કરી સંતોષ માની લેવામાં આવે છે. તેમાં પણ ઈચ્છાશક્તિનો અભાવ તથા હાઈ કમાન્ડની બીક દેખાઈ આવતી હોય છે. સતાપક્ષના અગ્રણી તારાચંદભાઈએ જે પ્રકારે ઉગ્ર રજૂઆત કરી છે તે દર્શાવે છે કે કચ્છનાં પાણીના પ્રશ્ને સરકાર કેટલી સક્રિય છે. કચ્છમાં નર્મદા કેનાલની બહુ જ જરૂરિયાત છે. ભૂતકાળમાં કેશુભાઈની સરકાર વખતે ઉદ્યોગમંત્રી સુરેશભાઈના સમયગાળામાં દરિયાનાં પાણીને ડિસેલીનેશન કરીને પીવાનાં પાણીના ઉપયોગમાં લેવાની યોજના તૈયાર થઈ હતી. જે રાજકીય અણબનાવને કારણે બાજુએ મુકાઈ હતી. કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓએ આ બાબતે અવાજ ઉઠાવવાની તાતી જરૂરિયાત છે, સરકારમાં બેઠેલા કચ્છ વિરોધી પ્રધાનશ્રીને પણ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદએ આ બાબતે વાકેફ કરાવાની જરૂર છે. નહીં કે સરકારના બચાવમાં કચ્છની જનતાને સમજાવવું જોઈએ તેવુ તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer