વાવાઝોડાની આગાહીને પગલે કચ્છમાં 72 ગામોમાં શેલ્ટર હોમની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી

વાવાઝોડાની આગાહીને પગલે કચ્છમાં 72 ગામોમાં  શેલ્ટર હોમની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી
ભુજ, તા. 1 : સંભવિત વાવાઝોડા નિસર્ગની આગાહીના પગલે આજે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગો તેમજ સબ ડિવિઝન તેમજ તાલુકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા જરૂરી સૂચનો તેમજ તકેદારીના ભાગરૂપે જરૂરી પગલાં ભરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગોને કરવાની અમલવારીની કાર્યવાહી બાબતે સૂચનો કર્યા હતા. કલેકટરે કોવિડ-19 હેઠળની તકેદારી અને સલામતી હેઠળ સંભવિત સ્થળાંતર અંગેની તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોસ્ટલ એરિયાની યાદી બનાવવા કહ્યું હતું. સંભવિત સ્થળાંતરની તમામ કાર્યવાહીમાં કોવિડ-19 હેઠળની તકેદારી. સોલ્ટ પાનના સ્થળોની રૂબરૂ મુલાકાત અને સ્થળાંતર માટેની સજ્જતા દર્શાવવાની સાથે શેલ્ટર્સની યાદી કોવિડ-19ના સંદર્ભમાં અદ્યતન કરવી જરૂરી પડે સંખ્યા વધારવી. ઉપલબ્ધ શેલ્ટર્સના શૌચાલય અને આનુષંગિક સફાઇ વ્યવસ્થાની ચકાસણી, વર્કીગ સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવું તેમજ સંભવિત સ્થળાંતર દરમ્યાન માસ્ક, સેનિટાઈઝર, પીપીઇ કિટનો ઉપયોગ માટેની વ્યવસ્થા કરવા જણાવી. સંભવિત સ્થળાંતર કે અન્ય કોઇ સ્થિતિમાં એસ.ટી. કે અન્ય વાહનો દ્વારા સંભવિત સ્થળાંતરનો અંદાજ કરવા તેમજ પરિવહન માટે. સંભવિત લોકો,  વાહનોની સંખ્યા, સંભવિત ખર્ચનો અંદાજ સુનિશ્ચિત કરવો તેમજ જિલ્લા રજીસ્ટ્રારના સંકલનમાં આ કાર્યવાહી બિનચૂક થાય તેની વ્યવસ્થા ગોઠવવા. પાણીજન્ય રોગો કે અન્ય રીતે કોઇ રોગચાળો ન ફેલાય તે માટે આગોતરા પગલાં ભરવા તેમજ ચેપીરોગોને ધ્યાનમાં રાખીને દવાઓની કિટ તૈયાર કરાવવી. સંભવિત વાવાઝોડા દરમ્યાન વીજળીના તાર તૂટે નહીં અથવા ઝાડમાં ફસાઇ જવાની લીધે કોઇ દૂર્ઘટના ન બને તેનું આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી. વીજ પુરવઠો ખોરવાય નહીં, તેમજ જનરેટર સેટની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. વિવિધ વિભાગોના સંકલનમાં મોકડ્રીલનું આયોજન કરી લોકોને વાવાઝોડા સબબની વિગતે જાગૃત કરવા, તેમજ ખોટી અફવાઓ ન ફેલાય તે બાબતે તકેદારી રાખવા કલેકટર દ્વારા સબંધિત અધિકારીઓને જણાવાયું હતું. ઉપલબ્ધ તકનીકી, સંસાધનોની વર્કિગ સ્થિતિ વિશે ખરાઇ કરવી. વૃક્ષો ધરાશાયી થાય કે અન્ય કોઇ સ્થિતિમાં તાત્કાલિક પુન:સ્થાપન અંગેની વ્યવસ્થા કરવાની રહેશે. રાહત, બચાવ કિટના સંસાધનોની સ્થિતિ ચકાસી વ્યવસ્થા કરવી તેમજ જરૂરિયાત જણાયથી શહેરી વિસ્તારમાં જોખમી હોર્ડિગ્સ દૂર કરવા જેવી બાબતનું આયોજન કરવું. તમામ વિભાગનો રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલરૂમ 24 કલાક ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા અગાઉ યોજાયેલ પ્રિ-મોન્સૂન બેઠકમાં અપાયેલી સૂચનાઓની અમલવારી કરવા પણ સૌને જણાવ્યું હતું. દરમ્યાન કલેકટરે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છમાં આગોતરી તૈયારી રૂપે સમુદ્રી વિસ્તારના 72 ગામોમાં શેલ્ટર હોમ તારવવામાં આવ્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer