રાષ્ટ્રીય માસિક સ્રાવ સ્વચ્છતા દિને આશા સહેલી ગ્રુપે સેનેટરી પેડ આપ્યા

રાષ્ટ્રીય માસિક સ્રાવ સ્વચ્છતા દિને  આશા સહેલી ગ્રુપે સેનેટરી પેડ આપ્યા
મુંદરા, તા. 1 : તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 28મી મેના રાષ્ટ્રીય માસિક સ્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી પ્રસંગે માસિક ધર્મ એ કુદરતી પ્રક્રિયા છે અને તેને પવિત્ર ગણવાની સાથે કોઈ પણ ભેદભાવ ન રાખવા ગ્રામસ્તરે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. અદાણી ફાઉન્ડેશન સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 25 સંગિની બહેનો દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જણાવાયું હતું. આશા સહેલી ગ્રુપ દ્વારા વિવિધ સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સુપોષણ પ્રોજેક્ટ દ્વારા મુંદરા તાલુકામાં 35 સંગિની બહેનો દ્વારા 54 ગામોમાં જાગૃતિ કેળવવા સામાન્ય, કુપોષિત અને અતિકુપોષિત કેટેગરી નક્કી કરવામાં આવી હતી અને કુપોષિત 130 બાળકને પોક્ષણક્ષમ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા અને જરૂર જણાય ત્યાં કોમ્યુનિટી માલ ન્યુટ્રિશિયન સેન્ટરમાં દાખલ કરી તેમને સામાન્ય કેટેગરીમાં લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer