વાવાઝોડાંના વર્તારાથી નાના લાયજામાં માછીમારી બંધ

વાવાઝોડાંના વર્તારાથી નાના લાયજામાં માછીમારી બંધ
કાઠડા (તા. માંડવી), તા. 31 : તાલુકા મથકથી 13 કિ.મી.ના અંતરે દરિયાકાંઠે આવેલું નાના લાયજા ગામ 1100 જેટલી વસ્તી ધરાવે છે જેમાં 25થી 30 પરિવારો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ગામે 21 જેટલી નાની બોટ રજિ. સાથે નોંધાયેલી છે, જે અગાઉ કોરોના વાયરસના લીધે લોકડાઉન હોતાં અને હાલમાં વાવાઝોડાની આગાહીના પગલે દરિયાકાંઠે લાંગરેલી પડી છે. આ ધંધ-ઉદ્યોગ સાથે સંકળાયેલા જુસબભાઇ વાગેરે જણાવ્યું હતું કે, અગાઉ કોરોના વાયરસના લીધે લોકડાઉન હોતાં માછીમારી કરીને તેના વેચાણ માટે અહીંથી માંડવી સુધી પહોંચવું મુશ્કેલ હોતાં અને હાલમાં વાવાઝોડાની આગાહીના પગલે દરિયો ખેડવો જોખમી હોતાં છેલ્લા બે મહિનાથી વધુ સમયથી અમારી બોટો દરિયાકાંઠે જ પડી છે. મત્સ્ય ઉદ્યોગના ધંધા ઉપર મોટી અસર આવી હોવાનું ઉમેર્યું હતું. આ અંગે સરપંચ વિરમભાઇ ગઢવીએ જણાવ્યું કે, નાના લાયજા ગામ ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ આધારિત છે. અહીં અન્ય કોઇ ઉદ્યોગ નથી. પરંતુ સરકારની યોજનાઓનો પૂરતો લાભ મળી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer