નાના વરનોરામાં ગૌવંશ કતલખાનું પકડાયું

નાના વરનોરામાં ગૌવંશ કતલખાનું પકડાયું
ભુજ, તા. 31 : તાલુકાના નાના વરનોરા ગામમાં એક ઘરમાં ગેરકાયદેસર ચાલતા ગૌવંશના કતલખાના પર પોલીસે દરોડો પાડતાં એક શખ્સને દબોચી લેવાયો હતો જ્યારે અન્ય બે આરોપી ભાગેડુ જાહેર કરાયા છે. ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે નાના વરનોરામાં ઈબ્રાહીમ લાલમામદ મોખા પોતાના ઘરમાં રખડતી ભટકતી ગાયો તથા ગૌવંશને પકડી ગેરકાયદેસર ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. આ બાતમીના પગલે દરોડા પાડતાં ઈબ્રાહીમનો પુત્ર દાઉદ ઈબ્રાહીમ મોખાને મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો. જ્યારે આ કામના અન્ય આરોપીઓ એવા દાઉદના પિતા ઈબ્રાહીમ લાલમામદ મોખા, સલીમ લતીફ પટેલ (રહે. બધા નાના વરનોરા) નાસી જતા ભાગેડુ જાહેર કરાયા છે. આ દરોડામાં ગૌમાંસ 200 કિલો કિ. રૂા. 10,000 ગૌવંશ જીવ બે ગાય તથા વાછરડી તેમજ મોટર સાઈકલ એક કિં.રૂા. 50,000, ચેતક સ્કૂટર એક કિં.રૂા. 5000 તથા બે કુહાડી, બે મોટા છરા તેમજ વજન કરવા વજનકાંટા કિં.રૂા. 500 એમ કુલ રૂા. 65,500 મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દરોડાની કામગીરી પીઆઈ આર.એન. ખાંટ, પીએસઆઈ એ.એન. ભટ્ટ, એએસઆઈ પંકજ કુશવાહા, નીરૂભા ઝાલા તથા હેડ કોન્સ. હરીશચંદ્રસિંહ જાડેજા, કોન્સ. સૂરજભાઈ વેગડા, સૂરસિંહ રાજપૂત તેમજ વુમન પો.કોન્સ. કીરણબેન બાંટવાએ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer