50 ગામની એકમાત્ર બેંક લોકોની પીડા સમજી સવારે વહેલી કરાતી કાર્યરત

50 ગામની એકમાત્ર બેંક લોકોની પીડા સમજી સવારે વહેલી કરાતી કાર્યરત
સુમરાપોર (તા. ભુજ), તા. 31 : તાલુકાના સરહદી પચ્છમ પાંચાડામાં નાના-મોટા પચાસેક ગામડાઓને એકમાત્ર પહેલાં દેના બેંક ખાવડા ત્યારબાદ દેના બેંક બરોડા બેંકમાં વિલીન થતાં દેના બેંક બરોડા ખાવડા શાખાના કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં કર્મચારીઓની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. ખાવડા પાંચાડામાં 20થી 25 કિ.મી.ની ત્રિજ્યામાં બેંકમાં રોજબરોજની લેવડદેવડ માટે લોકો આવે છે જેથી આ વિસ્તારમાં જાગૃતિના અભાવના કારણે ક્યાંય પણ ભૂલેચૂકે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય એ માટે સૌપ્રથમ લાઇનોમાં લોકોને બેસાડીને ખાસ બેંકના કર્મચારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવે છે. બેંકનો સમય સવારના 10થી 4 છે પણ લોકો દૂરદૂરથી આવતા અને વાહનવ્યવહારનો લોકડાઉનમાં અભાવ હોવાથી લોકોની મજબૂરી-પીડા સમજી આ બેંક સવારે નિર્ધારિત સમય કરતાં વહેલી સવારે 9.15 કલાકે માનવીય અભિગમ અપનાવીને ખોલવામાં આવે છે. દરરોજ 200થી વધારે  લોકો આ બેંકમાં લેવડ-દેવડ રોજેરોજ કરી રહ્યા છે. પૈસા આપવાનું એક જ કાઉન્ટર છે છતાં એકીસાથે ચાર જણને કાઉન્ટર પર પૈસા આપવાની વ્યવસ્થા બેંકના મેનેજર દ્વારા કરવામાં આવી છે જે સરાહનીય છે. લોકોએ આ બેંકની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી દેના બેંક બરોડા ખાવડાના મેનેજર શ્રી યાદવ તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer