ભારતીય સિન્ધુસભા દ્વારા આદરાયાં વિવિધ સેવાકાર્યો

ભારતીય સિન્ધુસભા દ્વારા આદરાયાં વિવિધ સેવાકાર્યો
ગાંધીધામ, તા. 31 : ભારતીય સિંધુસભા દ્વારા કોરોના વાયરસના સંક્રમણને ડામવા જારી કરાયેલા લોકડાઉન દરમ્યાન વિવિધ પ્રકારનાં સેવાકીય કાર્યો આદર્યા હતાં.  સંસ્થાના આ કાર્યને વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ મુકેશ લખવાણીના જણાવ્યા પ્રમાણે 23 માર્ચથી સંસ્થા દ્વારા સેવાકીય કાર્યોનો આરંભ રાશનકિટ વિતરણથી કરાયો હતો. આ ઉપરાંત રક્તદાન સહિતનાં કાર્યો પણ કરાયાં હતાં.  ગાંધીધામ-આદિપુરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને મધ્યમવર્ગીય પરિવારોને રાશનકિટનું તબક્કાવાર વિતરણ કરાયું હતું. વિવિધ તબક્કામાં  જીવનન જરૂરિયાતની 14 જેટલી વસ્તુઓ સાથેની 1800 જેટલી રાશનકિટ વિતરિત કરાઈ હતી. રોજનું કમાઈને રોજ ખાનારા વર્ગની હાલત લોકડાઉન દરમ્યાન કફોડી બની હતી ત્યારે આ વર્ગને મદદ કરવા માટે સંસ્થાના રસોડામાં ભારતીય સિન્ધુસભા સહયોગી બની હતી. આરંભમાં 300 વ્યક્તિ માટે ભોજન તૈયાર કરી વિતરણ કરાતું હતું. છેલ્લે 1900 લોકો માટે રસોડામાં ભોજન તૈયાર કરાતું હતું. માસ્કની જરૂરિયાત ઊભી થતાં સંસ્થા દ્વારા 19 હજાર સાદા માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1500 જેટલા  એન-95 માસ્ક  બેન્ક, પોસ્ટ ઓફિસ, બી.એસ.એન.અલ. અને એન.સી.સી.ના કેડેટ્સને આપવામાં આવ્યાં હતાં. લોકડાઉન દરમ્યાન રક્તની અછત ન સર્જાય તે માટે બે તબક્કામાં  રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. સંસ્થાના પપથી વધુ કાર્યકરે જુદા-જુદા સમયે બ્લડબેન્કમાં જઈને રક્તદાન કર્યું હતું. આ કાર્યમાં સાધુ વાસવાણી સેન્ટર, એસ.આર.સી., હેલ્પેજ મિશન સહિત આદિપુર-ગાંધીધામની વિવિધ સંસ્થાઓ સહયોગી બની હતી. આ કાર્યમાં પ્રેમ લાલવાણી, સુરેશ નિહાલાણી, નરેશ બુલચંદાની, લક્ષમણ દરિયાણી, એમ. જે. સાજનાની સહયોગી રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer