શ્રમિક સેવાયજ્ઞમાં કચ્છ ભાજપની આહુતિ

શ્રમિક સેવાયજ્ઞમાં કચ્છ ભાજપની આહુતિ
ભુજ, તા. 31 : કચ્છમાં રોજીરોટી માટે આવેલા અને આ જિલ્લાને કર્મભૂમિ બનાવનારા શ્રમયોગી પરિવારો વર્તમાન સંજોગોમાં વતન વાપસી કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આશ્રમયોગીઓ માટે ફૂડ પેકેટ બનાવી સેવાયજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. ભુજથી વાયા ગાંધીધામ થઇ પશ્ચિમ બંગાળ અને ગાંધીધામથી આસામના દિબ્રુગઢ અને ઓરિસ્સા પ્રસ્થાન પામેલી ટ્રેનોના દરેક શ્રમિકોને થેપલા-અથાણું, છાસ, ફરસાણના પેકેટ, પુલાવ, પુરી, બિસ્કિટ અને પાણીની બોટલ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા અધ્યક્ષ કેશુભાઇ પટેલ અને સાંસદ વિનોદભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ મહામંત્રી વલમજી હુંબલના નેતૃત્વ હેઠળ છેલ્લા 14 દિવસમાં કચ્છમાંથી પ્રયાણ થયેલી અંદાજે 20 જેટલી અલગ-અલગ ટ્રેનના 30 હજારથી વધુ મુસાફરો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ પણ આરોગ્યપ્રદ ફૂડ પેકેટ આપી સેવા બજાવી હતી તેમજ જયંતભાઇ માધાપરિયાના નેતૃત્વમાં માધાપર લેવા પટેલ જ્ઞાતિનો પણ સહયોગ સાંપડયો હતો.`સબ કા સાથ, સબ કા વિકાસ' મંત્રને વરેલા ભાજપ દ્વારા કોરોના મહામારી દરમ્યાન લાખોના માસ્કનું ઉત્પાદન કરી સ્થાનિક કારીગરોને રોજગારી આપી છે, તો કાર્યકરોએ ખૂણે-ખૂણેથી સ્વૈચ્છિક રીતે પી.એમ. કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન નોંધાવ્યું છે તેમજ હજારોની સંખ્યામાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યોમાં મહામંત્રીઓ અનિરુદ્ધભાઇ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, મંત્રી દિલીપભાઇ શાહ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કમલ ગઢવી, કૌશલ મહેતા વગેરે જોડાયા હતા તેવું મીડિયા સહ ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer