માંડવી જીમખાના વોલીબોલ પ્લેયર ગ્રુપે જીવદયા ક્ષેત્રે કર્યું પ્રેરક કાર્ય

માંડવી જીમખાના વોલીબોલ પ્લેયર ગ્રુપે જીવદયા ક્ષેત્રે કર્યું પ્રેરક કાર્ય
માંડવી, તા. 31 : અહીંના જીમખાના વોલીબોલ પ્લેયર ગ્રુપ રમતગમત સાથે કોરોના મહામારી વચ્ચે જીવદયા ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. ગૌસેવા નિમિત્તે વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં દેશ-વિદેશના જીવદયાપ્રેમી દાતાઓએ ફંડ આપ્યું હતું, જે ફંડ?દ્વારા હાલમાં કોરોનાની મહામારીમાં મહાજન વિહોણા ગામોમાં ગ્રુપના 35 સભ્યો ઉપરાંત 25 સહયોગી મળી 60 જેટલા યુવાનોની ટુકડીઓ છેલ્લા આઠ રવિવારથી વિવિધ ગામોમાં જાતે જઇ વથાણ વિગેરે જગ્યાઓએ નીરણ કરે છે. ઘાસચારા માટે ટ્રકની વ્યવસ્થા મહેશભાઇ હીરાણી દ્વારા કરાઇ હતી. મોટા કરોડિયા ગઢવી સમાજ તથા ગામ વતી યુવાને ઉપરોક્ત વોલીબોલ પ્લેયર ગ્રુપની રમત સાથે ગૌસેવા કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરેલી અને વધુમાં જણાવેલું કે આ ગ્રુપ માત્ર ચારાની ગાડી મૂકી નથી દેતું, યુવાનો પોતે આવી ઘાસ નાખી રહ્યા છે. હાલાપરના થારૂ?દેવરાજ તથા ભીમશી મેઘરાજ વિગેરેએ આભારની લાગણી સાથે સેવાની પ્રશંસા કરી હતી. માંડવીની નદીના ભાગમાં, હનુમાનજી મંદિર પાસે, માંડવી પાંજરાપોળ, પદમપુર, કોકલિયા, દેઢિયા, ચાંગડાઇ, બાડા, નાની ઉનડોઠ, મોટી ઉનડોઠ, નાગ્રેચા, નાના રતડિયા, ધોકડા, નાની ભાડઇ, મોટી ભાડઇ, હમલા - મંજલ, પોલડિયા, મકડા, રત્નાપર, મઉં, રાતા તળાવ, પાંજરાપોળ, નરેડી, હાલાપર, કરોડિયા, કોટાયા વિગેરે ગામોને અત્યાર સુધી આવરી લેવાયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer