કચ્છમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી

કચ્છમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
ભુજ, તા. 31 : રવિવારે કચ્છમાં વ્યસનમુક્તિ અભિયાન સાથે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માંડવી ખાતે તમાકુ-ગુટકાનું વેચાણ કરતા વેપારીએ હવેથી તેનું વેચાણ ન કરવાની પ્રતિજ્ઞા લેતાં તેનું સન્માન પણ કરાયું હતું. માંડવીમાં વિશ્વ તમાકુ નિષેધ દિનના આગલા દિવસે તમાકુ ન ખાવાની પ્રતિજ્ઞા લઇ પોતાની પાન-બીડીની દુકાનમાં તમાકુ અને ગુટકા ન વેચવાની પ્રેરણાદાયી પ્રતિજ્ઞા લેનાર માંડવીના ઉમિયાનગરમાં રહેતા કાંતિલાલ મનહરલાલ ઓધવાણીનું આજે 31મી મેના વિશ્વ તમાકુ નિષેધ દિનના   દિવસે પૂ. નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન દ્વારા સન્માન કરાયું હતું.પૂ. નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઇ જોષી, ઉપપ્રમુખ જયેશભાઇ જી. શાહ અને મંત્રી / ખજાનચી દિનેશભાઇ?શાહના હસ્તે કાંતિભાઇ ઓધવાણીને મોતીની માળા પહેરાવી, શાલ ઓઢાડી, સન્માનપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે પિનાકિનીબેન સંઘવી, રાહુલભાઇ સંઘવી અને ભવ્ય સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.માંડવીની જાયન્ટ સાહેલી ગ્રુપ દ્વારા સિગારેટ અને તમાકુના ઉપયોગથી થતા કેન્સરને ફોટા સાથે દર્શાવતા પોસ્ટર જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવ્યા હતા. આ કાર્યમાં પ્રમુખ?ડો. પારૂલબેન, મંત્રી હર્ષાબેન, પૂર્વ પ્રમુખ નિર્મળાબેન, બોર્ડ મેમ્બર બંસરીબેન, જ્યોત્સનાબેન, દર્શનાબેન, રજનીબા વગેરે જોડાયા હોવાનું કલ્પનાબેન જોષીની યાદીમાં જણાવાયું હતું.ભુજમાં સત્યમ દ્વારા પાંચ નાકા અને છઠ્ઠીબારી તથા ચારે રિલોકેશન સાઇટમાં બેનર અને કટઆઉટ સાથે નાગરિકોને વ્યસનમુક્ત બનવા અપીલ    કરાઇ હતી. આ કાર્યમાં અધ્યક્ષ દર્શક અંતાણી, જટુભાઇ ડુડિયા, ઘનશ્યામ લાખાણી, મધુભાઇ ત્રિપાઠી, નર્મદાબેન ગામોટ, કાર્તિક અંતાણી, ધર્મેન્દ્ર ડુડિયા વગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer