સરસપર ગામે વાડીમાંથી દેશી બંદૂક ઝડપાઇ : પૈયાવાસી આરોપી ન મળ્યો

ભુજ, તા. 31 : તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના સરસપર ગામે એક વાડીમાંથી ગેરકાયદે દેશી બંદૂક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કબ્જે કરી હતી. અલબત્ત આરોપી પૈયા ગામનો હુશેન રમજુ ચૌહાણ હાથમાં આવ્યો ન હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ દ્વારા સરસપર ગામે પ્રફ્yલ્લભાઇ ગઢવીની વાડીએ આજે આ દરોડો પડાયો હતો. જેમાં વાડીમાં આવેલી ઓરડીના પાછળના ભાગે ખાડામાં માથે પતરાં નાખીને કપડામાં સંતાડી રખાયેલી રૂા. પાંચ હજારની કિંમતનું આ ગેરકાયદે શત્ર કબજે લેવાયું હતું. બનાવના સમયે આરોપી હુશેન ચૌહાણ હાજર ન હોવાથી તે હાથમાં આવ્યો ન હતો. પોલીસે તેની સામે હથિયારધારા તળે વિધિવત ગુનો નોંધ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer