રવિવારે કોરોનાનો કેસ ન નોંધાતાં રાહત

ભુજ, તા. 31 : રવિવારે કચ્છમાં કોરોના વાયરસનો કોઇ નવો પોઝિટિવ કેસ ન નોંધાતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો. માંડવી તાલુકાના રત્નાપરના 62 વર્ષીય પ્રૌઢ જી.કે. જનરલમાં સારવાર હેઠળ છે, તેમની તબિયત ક્રિટિકલ દર્શાવાઇ છે.આજે આદિપુરની હરિૐ કોવિડ-19 હોસ્પિટલ ખાતે ચાર દર્દી સ્વસ્થ થતાં ઘરે જવા વિદાય આપી હતી.કચ્છમાં કોરોનાના શંકાસ્પદ કેસોના લેવાયેલા સેમ્પલમાંથી 80 કેસના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર હેઠળ રખાતાં 56 દર્દી સ્વસ્થ થયા છે, તો ત્રણ દર્દીનાં મૃત્યુ થયા તેમાં એકનું ગાયનેક કારણોસર મરણ થયાનું નોંધાયું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું  હતું. 24 શંકાસ્પદનું ટેસ્ટિંગ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તેમજ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 28 કન્ટેઈનમેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 36015 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કુલ 64 શંકાસ્પદ કેસના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં કુલ 4746 જેટલા લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇન છે. અત્યાર સુધી કુલ 17407 લોકોને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં છેલ્લા 24 કલાકમાં 9 વ્યક્તિ થઇ?અત્યાર સુધી કુલ 291 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 37 વ્યક્તિઓ થઇ કુલ અત્યાર સુધી 508 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. દરમ્યાન, ભચાઉ તાલુકાના સામખિયાળીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે બપોરે સામખિયાળી નજીકના ઔદ્યોગિક એકમથી બે કામદાર કામસર આવ્યા હતા તે પૈકી એકની હાલત અચાનક બગડતાં નવા બસ સ્ટેશન પાસે જૈન સમાજવાડી બહાર બેસી જતાં લોકોએ તંત્રને જાણ   કરતાં આરોગ્ય વિભાગે આવીને આ વ્યક્તિને ભુજની કોવિડ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ તરીકે પહોંચાડયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer