કચ્છને આગામી દિવસોમાં વિશેષ ટ્રેન મળે તેવી શક્યતા

ગાંધીધામ, તા. 31 : રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવાયા બાદ આવતીકાલથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. જો કે તેમાં કચ્છનો સમાવેશ  આગામી દિવસોમાં કરાય તેવી શક્યતા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.ગાંધીધામ અને ભુજથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં હજારો લોકોને વતન વાપસી કરી હતી. લોકડાઉન લાગુ થયું ત્યારથી   દેશમાં સદંતર ઠપ થયેલા રેલવે વ્યવહારને પૂર્વવત કરવા આવતીકાલથી  દેશભરમાં 200 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.  ત્યારે આ શ્રેણીમાં હજુ સુધી કચ્છથી એક પણ વિશેષ ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી. હવે જયારે આંતર રાજય પ્રવાસ માટે કોઈ મંજૂરીની જરૂરિયાત નથી ત્યારે કચ્છથી રાજધાની દિલ્હી સહિતના શહેરોને સાંકળતી વિશેષ  ટ્રેન દોડાવવાની માંગ કચ્છમાં પ્રબળ બની છે.  જો કે   જૂનના બીજા સપ્તાહમાં એકાદ ટ્રેન દોડાવવાનું આયોજન હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.  જો કે કયારથી અને કયા રૂટ ઉપર દોડાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer