કચ્છના 11 ન્યાયાધીશ બદલ્યા, 13 મુકાયા

ભુજ, તા. 31 : રાજ્યની વડી અદાલત દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના ન્યાયાધીશોની બદલીના સામૂહિક આદેશ કરાયા હતા. આ હુકમોમાં જુનિયર ડિવિઝનથી જિલ્લા ન્યાયાધીશ સુધીનાને આવરી લેવાયા છે.આ હુકમોમાં કચ્છ જિલ્લામાંથી જિલ્લા ન્યાયાધીશ કક્ષાના પાંચ જણની જિલ્લા બહાર અને એકની આંતરિક બદલી કરાઇ છે. તેની સામે કચ્છમાં આ સંવર્ગના ચાર ન્યાયાધીશ નિયુક્ત કરાયા છે. જ્યારે સેશન્સ જજની કેડરમાં ત્રણ જણને કચ્છમાં નિયુક્ત કરાયા છે. તો સિનિયર સિવિલ જજમાં સાતનું આગમન આઠની બદલી અને એક જ્યુડિશિયરી અધિકારીની આંતરિક બદલી કરવામાં આવી છે.જિલ્લા સ્તરના ન્યાયાધીશો માટે કરાયેલા બદલીના કચ્છને સંલગ્ન આદેશોમાં ભુજ સ્થિત ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ તરીકે પાટણથી એ.કે. ગુપ્તાને મુકાયા છે. તો ભુજના ફેમિલી કોર્ટના બી.ટી. દવેને નવસારી ફેમિલી કોર્ટમાં મુકાયા છે. જામનગરના બીજા અધિક સેશન્સ જજ ટી.વી. જોશીને ગાંધીધામમાં અધિક જિલ્લા જજ તરીકે મુકાયા છે. જ્યારે ગાંધીધામમાં આ પદ ઉપરના આર.જી. દેવધરાને ત્રીજા અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે સુરત મુકાયા છે. ભાવનગરના દ્વિતીય અધિક જિલ્લા જજ એમ.જે.  પરાસરને ગાંધીધામમાં ચોથા અધિક સેશન્સ જજ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભુજના ચોથા અધિક સેશન્સ જજ એલ.જી. ચુડાસમાને ત્રીજા અધિક જિલ્લા જજ તરીકે પંચમહાલ હાલોલ બદલાવાયા છે. ગાંધીધામના પાંચમા અધિક જિલ્લા જજ જે.એમ. બ્રહ્મભટ્ટને બીજા અધિક જિલ્લા જજ તરીકે તળાજા ભાવનગર મુકાયા છે. વડોદરાના નવમા અધિક જિલ્લા જજ રેહાના નાગોરીને પાંચમા અધિક જિલ્લા જજ તરીકે ભુજમાં નિયુકિત અપાઇ છે. અંજારના આ કક્ષાના ન્યાયાધીશ ડી.જે. મહેતાને જોઇન્ટ સેક્રેટરી કાયદા વિભાગમાં નિયુક્ત કરવાની ભલામણ કરાઇ છે. આ ઉપરાંત ભુજના અધિક સેશન્સ જજ પી.એસ. ગઢવીની બીજા અધિક જિલ્લા જજ તરીકે ભુજમાં આંતરિક બદલી કરાઇ છે. બીજીબાજુ સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયાધીશો પૈકી લીમખેડા દાહોદના એમ.પી. ચૌધરીને ભચાઉ, અંજારના પી.એ. પરમારને અમદાવાદ ગ્રામ્ય, વડોદરાથી પી.પી. જાડેજાને ગાંધીધામ, ગાંધીધામથી બી.એમ. પ્રજાપતિ હિંમતનગર સાબરકાંઠા, મુંદરાના એન.જી. પરમારને આણંદ, સુરતના એમ.એમ. પરમારને ભુજ, ભુજના જે.ડી. સોલંકીને નડિયાદ ખેડા, ગાંધીધામના ટી.સી. ઝવેરીને ગાંધીનગર, વડોદરાના એ.આર. પાઠકને ગાંધીધામ, વડોદરાના એ.જી. ઓઝાને મુંદરા, ભચાઉના એમ.આર. ઠકકરને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીધામના આર.વી. જોટાણીયાને ખેડા, વડોદરાના એ.કે. શર્માને ગાંધીધામ, હાલોલ પંચમહાલના જે.એસ. પરમારને અંજાર, ભુજના સી.આર. મોદીને સુરત મુકાયા છે. તો કચ્છના અધિક સિનિયર સિવિલ જજ અંજાર પી.જે. ચૌધરીને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તરીકે અંજાર ખાતે જ મુકાયા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer