આદિપુરમાં વધુ ચાર દર્દીએ કોરોના સામે જીત મેળવી

ગાંધીધામ, તા. 31 : પૂર્વ કચ્છમાં વધુ ચાર દર્દીઓએ કોરોના ઉપર જીત હાંસલ કરી હતી. સાજા થયેલા દર્દીઓને આજે હરિઓમ કોવિડ-19  આરોગ્ય કેન્દ્રમાંથી ઉષ્માભેર વિદાય અપાઈ હતી.વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો મોટી સંખ્યામાં શિકાર બન્યા હતા. આ સરહદી જિલ્લામાં  લોકો કોરોના સંક્રમણગ્રસ્ત થતાં તેને કોવિડ-19 આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. છેલ્લા 10 દિવસમાં 21થી વધુ દર્દીએ આ બીમારી ઉપર વિજય હાંસલ કર્યો હતો. દરમ્યાન આજે વધુ  ચાર દર્દી સાજા થયા હતા.પૂર્વના કોવિડ-19 આરોગ્ય કેન્દ્રમાંથી  કાનજી રણછોડ દુબારિયા, દેવજી હીરજી વાવિયા, હરેશ રામજી બગડા, નિકિતા રાજાભાઈ ડાંગરને  હોસ્પિટલના તબીબો તથા કર્મચારીઓએ  તાળીઓના ગડગડાટ અને ફૂલોનો વરસાદ કરી ઘરે મોકલવામાં આવ્યા હતા. આ વેળાએ જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. પ્રેમકુમાર કન્નર, ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, ડો. મોહિત ખત્રી, ડો પાયલ કલ્યાણી, ડો. ભાવિન ઠક્કર  સહિતના હાજર રહ્યા હતા. હાલમાં  આદિપુરની  હોસ્પિટલમાં ત્રણ દર્દી સારવાર તળે હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer