આર.આર. સેલે માવસરી વિસ્તારમાંથી કારમાંથી 462 શરાબની બોટલ પકડી

ભુજ, તા. 31 : આર.આર. સેલ બોર્ડર રેન્જ ભુજની ટીમે આજે માવસરી પોલીસ વિસ્તારમાંથી સ્વિફટ ડિઝાયર ગાડીમાંથી દારૂ તથા બિયરની બોટલ નંગ 462 ઝડપી પાડી હતી. આ ટીમ આજે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સ્વિફટ ડિઝાયર ગાડી નં. જી.જે.-8 બીએફ 1196ના ચાલક કરણસિંહ ભમ્મરસિંહ ચૌહાણ (રહે. મડાલી તા. વાવ, જિલ્લો બનાસકાંઠા)ની ગાડીમાંથી અંગ્રેજી પ્રકારની ભારતીય બનાવટની શરાબ તથા બિયરની અલગ-અલગ કુલ બોટલ નંગ-462 જેની કિંમત રૂા. 41,160 તથા ગાડી કિ. રૂા. 3,50,000 એમ કુલ્લ રૂા. 3,91,660ના મુદ્દામાલ સાથે પકડી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં પીએસઆઇ પી.બી. ઝાલા તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ ગાંડાજી, આ.પો. કોન્સ. નિકુંજકુમાર દશરથભાઇ તથા પ્રકાશચંદ્ર અમૃતલાલ જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer