નોખાણિયા પાટિયા પાસે હોટલે ઊભેલા ત્રણ ડમ્પરમાંથી 32 હજારનું ડીઝલ ચોરાયું

ભુજ, તા. 31 : તાલુકામાં નોખાણિયા ગામના પાટિયા પાસે રામદેવ કૃપા નામની ચાની હોટલ ખાતે ઊભા રખાયેલા નોખાણિયા ગામના હરેશ લક્ષ્મણભાઇ ચાડ (આહીર)ના ત્રણ ડમ્પરમાંથી કોઇ હરામખોરો 470 લિટર ડીઝલ કાઢીને ચોરી ગયા હતા. શ્રી ચાડે લખાવેલી ફરિયાદને ટાંકીને ભુજ એ. ડિવિઝન પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે ગત બુધવારે રાત્રે બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા દરમ્યાન ડીઝલ તસ્કરીની આ ઘટના બની હતી. અજાણ્યા આરોપીઓ રૂા. 31960ની કિંમતનું 470 લિટર ડીઝલ ત્રણેય ડમ્પરની ટાંકીમાંથી કાઢીને ચોરી ગયા હતા. બનાવ બાબતે ચોરીનો ગુનો દાખલ કરાયા બાદ ફોજદાર કે.એમ. અગ્રાવતે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer