ભુજમાં પરિણીત યુવતીને ત્રાસ આપતા પતિએ ધોકો ફટકાર્યો

ભુજ, તા. 31 : શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં છછ ફળિયા ખાતે લોહાણા મહાજનવાડી નજીક રહેતા હેમાલીબેન (ઉ.વ. 39)ને તેમના પતિ જયેશ નરેન્દ્રકુમાર કોઠારી (ઠકકર)એ ધોકા વડે માર માર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ આજે વહેલી સવારે હુમલાની આ ઘટના બન્યા બાદ ભોગ બનનારા હેમાલીબેનને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. હેમાલીબેનના પિતા કાન્તીલાલ તુલસીદાસ ઠકકરે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયતમાં હેમાલીબેનને તેના પતિ જયેશ કોઠારી દ્વારા ત્રાસ અપાઇ રહયો છે. અગાઉ પણ બે-ત્રણ વાર માથાકૂટ કરાયા બાદ આજે વહેલી સવારે આ હુમલો કરાયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer