કોરોના સંકટ વચ્ચે કલાથી લોકોની માનસિક તાણ દૂર કરશે `સ્પિકમેકે''

ભુજ, તા. 31 : કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં માનસિક તાણ અનુભવી રહેલી યુવા પેઢી શાત્રીય સંગીત તેમજ ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય સમજે અને જીવનમાં ઉતારે તે હેતુથી 43 વર્ષથી કાર્યરત સંસ્થા સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઇન્ડિયન કલાસિકલ મ્યુઝિક અને કલ્ચરલ એમોંગ્સ યૂથ (સ્પિકમેક) ઓનલાઇન માધ્યમથી તેમની તાણ દૂર કરવાનો પ્રયત્ન કરશે. આગામી 1લી જૂનથી 7મી જૂન દરમ્યાન ચાલનારી `સ્પિક મેકે અનુભવ શૃંખલા'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. આ શ્રૃંખલામાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી પુરસ્કૃત શાત્રીય સંગીત, નૃત્ય, લોકકલાના કલાકારોની કલાને ઓનલાઇન પ્રસ્તુત કરી આજની યુવા પેઢીને તેનો અનુભવ કરાવાશે. સહભાગી થનારા વિદ્યાર્થીઓ ઘરે રહીને પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત જશરાજ, વિદૂષી સરોજા વૈદ્યનાથન, જાવેદ અખ્તર, શબાના આઝમી, પંડિત રાજન સાજન મિશ્રા, કપિલા વેણુ, ડો. એન. રાજમ, ટી.એન. ક્રિષ્નન, ડો. અલંકારસિંહ, ઉસ્તાદ શાહિદ પરવેઝખાન, વિદૂષી પાર્થવી બાઉલ, વિદૂષી તીજનબાઇ, ગુરુ પ્રદીપકુમાર મિશ્રા, ગુરુ ધનકાન્ત બોરા, ડો. કરનસિંહ, વિદૂષી માલવિકા  સરકાઇ જેવા કલાકારોની કૃતિઓ, લાઇવ લેકચરો, ડેમોન્સ્ટ્રેશન, વાર્તાલાપા વગેરેને લાભ www.youtube.com/user/spicmacay પર લઇ શકશે એવું કચ્છના વોલિન્ટર કૃપાબેન ઠક્કરની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer