પ્રજાકીય પ્રશ્નો માટે લડત ચલાવતા લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ નિંદનીય

ભુજ, તા. 31 : પ્રજાકીય પ્રશ્નો માટે લડત ચલાવનારાઓ પર ખોટા કેસો કરી તેમના અવાજને દબાવી દેવાના પ્રયાસને નિંદનીય ગણાવી કચ્છ જિલ્લા કોંગ્રેસે માનવ અધિકાર ભંગ બદલ ન્યાય આપવાની માગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય?ન્યાયાધીશને કરેલી રજૂઆતમાં જે ખોટા કેસો થયા છે તેના સંદર્ભમાં જ્યુડિશીયલ કમિટી નીમી કડક પગલાં ભરવા માગણી મૂકી છે. કચ્છનું તંત્ર રાજ્ય સરકારના ઈશારે કામ કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે રાપર ધારાસભ્યના પતિ ભચુભાઈ આરેઠિયા ઉપરાંત અંજાર તાલુકાના કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા ગયા તો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે સત્તાપક્ષના આગેવાનોને આવો કોઈ નિયમ લાગુ પડતો ન હોવાનો આક્ષેપ કરી આ તમામ પગલાં માનવીય અધિકાર ભંગના હોતાં તમામ પ્રકરણમાં ખોટી રીતે અવાજ દબાવવાના પ્રયાસની ન્યાયિક તપાસ થાય તેવી માગણી મૂકવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer