સામત્રા નજીક વેસ્ટ વીયર બાંધવા 23 લાખ મંજૂર

કેરા (તા. ભુજ), તા. 31 : કચ્છ જિલ્લામાં અપૂરતા પાણી સંગ્રહના ઉકેલ માટે તથા વરસાદી મીઠું પાણી વહી જતું અટકાવી ભૂમિમાં ઉતારવા થયેલાં આયોજન અંતર્ગત તા. 28-5ના નર્મદા જળ સંસાધન અને પાણી પુરવઠા કલ્પસર વિભાગ તરફથી 23 લાખનાં કામની વહીવટી મંજૂરી સામત્રા નજીક વેસ્ટ વીયર બાંધવા અપાઇ છે. કોરોનાની નિરાશાને ખંખેરી રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે પૂર્વવત થતાં ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક શ્રી હરિ સ્ટોરેજ ટેન્ક વેસ્ટ વીયર બાંધવા 23,09,000 મંજૂર કર્યા છે. જનસામાન્ય ધારણા એવી હતી કે લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ ડહોળાતાં વિકાસકાર્યો મંદ પડશે, પણ એ ધારણા ખોટી પાડતાં રાજ્ય સરકારે 28-5-2020ના કરેલા હુકમ મુજબ આ કાર્ય મંજૂર કર્યું છે. આ કાર્ય માટે ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે રજૂઆતો કરી હતી. હવે ટેન્ડર સહિતની પ્રક્રિયા કરાશે તેવું ભુજ સિંચાઇ વિભાગના સિનિયર ઇજનેરે કચ્છમિત્રને વિગતો આપતાં કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer