ભુજની મહિલા ક્લબે વડીલો માટે આયોજિત કરી કોરોના વાયરસ ગેમ

ભુજ, તા. 31 : અહીંની 50 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે કાર્યરત ઈન્નરવ્હીલ ક્લબ (મેઈન) દ્વારા તેના મોટી સંખ્યામાં રહેલા સિનિયર સિટીઝન સભ્યોને લોકડાઉનના સમયમાં વાતાવરણ હળવાશભર્યું કરવા નવતર આયોજન કર્યું હતું. ક્લબના અનિતાબેન સંઘવી તથા પલ્લવીબેન ઠક્કરે સાંજે બે કલાક વોટ્સએપ પર ગેમ્સ રમાડવાનું શરૂ કર્યું હતું, જેમાં બધા બહેનો ઉત્સાહથી જોડાયા હતા. વિષયો પસંદ કર્યા તેમાં કોરોના વાયરસ સ્પે. ગેમ, હાલરડાં, ડાન્સ, કવિતાઓ, ફિલ્મી, ગેરફિલ્મી ભજનો, હાઉસી તેમજ વીડિયો દ્વારા વાતાવરણ હળવાશભર્યું કર્યું હતું. લોકડાઉનના ચોથા ચરણમાં પંકજબેન વછરાજાની, લતાબેન તન્ના, કમળાબેન વ્યાસ, ડો. સુનંદાબેન અને સંધ્યાબેન પણ ગેમ્સમાં સહયોગી બન્યા છે. ક્લબ પ્રમુખ અનિતાબેન તથા મંત્રી હર્ષાબેને પ્રોત્સાહન આપ્યું હતું. દરરોજ હરીફાઈ થાય અને પરિણામ પણ જાહેર થાય છે ઈનામો પણ અપાશે તેવું મંજુલાબેન ઉપાધ્યાયની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer