માધાપર વથાણ ચોકમાં દરરોજ 550 ગાયને થતું નીરણ

માધાપર, તા. 31 : પાટ હનુમાનજી મંદિર તથા માધાપર સ્પોર્ટસના સહયોગથી માધાપર વથાણ ચોક તથા યક્ષ મંદિર પર લીલાચારાનું નીરણ કેન્દ્ર આજ લગી પણ લોકડાઉન વચ્ચે 55 દિવસથી અવિરતપણે  ચાલુ છે. ગામના દાતા તરફથી શેરડી તથા લીલોચારો 550 ગાયને વથાણ ચોકમાં આપવામાં આવે છે. લીલાચારાની અછત સર્જાતાં સંસ્થા તરફથી સૂકો ચારો 2 લાખ રૂપિયાનો એકત્રિત કરવામાં આવ્યો. 1 ગાડીના દાતા ગોવિંદભાઈ હાલાઈ હસ્તે જશુબેન દેવજી વરસાણી તરફથી ખરીદ કરી તેમનો ચેક રૂા. 49500નો સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોખાણી, માજી પ્રમુખ ભૂપેશ દબાસિયા, ટ્રસ્ટી દેવજી રામજી વરસાણી, સામજી ભીમજી વાગડિયા, વીરજી હરજી પિંડોરિયા, અશ્વિન સિયાણી, ગૌરક્ષણ સંસ્થાના પ્રમુખ અરજણભાઈ વોરા, વિશ્રામભાઈ ડબાસિયા ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ સાડા પાંચસો ગાયને ચારો રૂા. 10,000 સુધીનો સંસ્થા તરફથી આપવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોખાણીએ ગાયના દાતા તરફથી મળતા સહયોગને બિરદાવ્યો  હતો અને ઉનાળાના દિવસો અને લોકડાઉન વચ્ચે પશુધન માટે ગાયની સેવાને ગામના લોકો તરફથી મળતો પ્રતિસાદ સરાહનીય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer