સામખિયાળી આખા કચ્છ પર જોખમ સર્જે તેવી દહેશત

સામખિયાળી આખા કચ્છ પર જોખમ સર્જે તેવી દહેશત
કમલેશ ઠક્કર દ્વારા-  ભચાઉ, તા. 29 : કચ્છનું પ્રવેશદ્વાર, રેલવેનું જંક્શન, બે મોટા ધોરીમાર્ગનું કેન્દ્ર, ટ્રાન્સપોર્ટનું મથક, કારખાના મજૂર, કર્મચારી, કાંઠાળપટ્ટી સહિતના ત્રીસેક જેટલા ગામ માટેનું મુખ્યમથક સામખિયાળી અગાઉના બે કોરોના કેસ પોઝિટિવ, ગઇકાલે એક અને આજે વધુ ચાર કેસ મળી પાંચ કેસ એક પરિવારમાંથી જ પોઝિટિવ આવતાં પંથકમાં સોપો પડી ગયો છે. હવે જો સામખિયાળી સંપૂર્ણ બંધ નહીં રખાય તો સંક્રમણ આખેઆખા કચ્છને ઘેરો ઘાલે તેવી દહેશત છે. 30 ગામોનો સીધો સંપર્ક 17000ની જનવસ્તીવાળા સામખિયાળીને 30 ગામ લાગે છે. જેની અવરજવર મોટી છે તેવા લલિયાણા, જંગી, વાંઢિયા, જૂના-નવા કટારિયા, શિકારપુર, જતાપુર, સૂરજબારી, છાડવાડા, ઘરાણા, આધોઇ, કંથકોટ, લાકડિયા, મોડપર, ગોડપર, નવાવાસ, પીપરિયારી, ચાંદ્રોડી, ખોડાસર, રાજથલી, આંબલિયારા, શિવલખા, સોઢા કેમ્પ, નરા,વસટવા, જડસા, રાજણસર, નવાગામ લખપત, રામપર વગેરે 30 હજારની વસ્તીવાળા ગામો સામખિયાળીથી જોડાયા છે. સામખિયાળી ગામને ભચાઉથી તમામ વેપારી સંબંધો, સરકારી કચેરી, વહીવટી-વ્યવહારિક કામ રહે અને ભચાઉ-સમગ્ર કચ્છમાં આવ-જાવ કરે ત્યારે સાત પોઝિટિવ કેસવાળા સામખિયાળી ગામની માવજત સત્વરે લેવાય તે જરૂરી હોવાનું જાગૃતોનું કહેવું છે. આહીર સમાજના અગ્રણી એડવોકેટ એલ. કે. વરચંદે કહ્યું, સામખિયાળી ગામ પંચરંગી શહેર છે. એક ભીતિ છે - સામખિયાળી કચ્છને સંક્રમિત કરશે. રેડ ઝોનમાં જવા માટે આ વિસ્તાર જ પૂરતો છે. સામખિયાળીને લોકડાઉનમાં રાહત સમગ્ર કચ્છ માટે ખતરારૂપ છે. કચ્છનું પ્રવેશદ્વાર, હોટલોની હારમાળા, કામદારોની અવર-જવર, ખરીદી, કામના સ્થળેથી આવન-જાવન આ બાબતો સંક્રમણ કરનારી નીવડી શકે તેમ છે. સામખિયાળી ફેલાવો કરવા તૈયાર હોય તેમ સ્વચ્છતાનો અભાવ, ગરીબ મજૂરોની રહેણીકરણી આ બાબતોને શ્રી વરચંદ ખૂબ જોખમી ગણાવે છે. અત્રે નોંધીએ તો કંપનીઓ સોનાની ચકલી સમાન મનાય છે. અહીં મજૂર-માલેતુજાર સૌ કોઇ આવે છે. સામખિયાળીથી પ્રાથમિક વિગતો આપતાં મૂરજીભાઇ બાડાએ કહ્યું કે, ગઇકાલે માતાના પોઝિટિવ રિપોર્ટ બાદ પરિવારના પુત્ર-પુત્રવધૂ અને બે પૌત્રીના રિપોર્ટ કરાવાયા તેય પોઝિટિવ આવ્યા છે. આ પરિવાર રાપર-ભુજ-સામખિયાળી કેટલાક સગાંવ્હાલાંને પણ મળ્યો હોવાની શક્યતા હોઇ?અન્ય લોકો ગંભીર સ્વરૂપ બાદ ઓળખાય તે પૂર્વે વહીવટી પ્રક્રિયા તેજ બનાવવી જોઇએ. દર્દી રાપરના છે એવી બાબતને લઇ વહીવટી તંત્ર?18 કલાક બાદ હરકતમાં આવ્યું તે પણ ચોંકાવનારો મુદ્દો છે. સામખિયાળી જાગૃત અગ્રણી-ગ્રામ પંચાયતના પદાધિકારીઓએ ભચાઉ?આરોગ્ય તંત્રનું ધ્યાન ખેંચી આ મહત્ત્વની માહિતી આપી. આખરે સામખિયાળીના ધનસુખભાઇ?ઠક્કરે બ્લોક હેલ્થ ઓફિસર ડો. સીંગ સાથે વાત કરતાં ગ્રામ પંચાયત તરફથી જમાતખાના વિસ્તારને બંધ?કરવા સહિયારી જવાબદારી નિભાવવા જણાવ્યું. પૂર્વ સરપંચ અમરાભાઇ બાડા (ચનાભાઇ), ઉપસરપંચ અમીનભાઇ?રાઉમાએ સમાજસેવકો સાથે માર્ગ બંધ?કરાવ્યો અને બપોરે સાડાબાર વાગ્યે પોલીસ-આરોગ્ય કેન્દ્ર કામે લાગ્યા હતા. અલબત્ત, ગઇકાલે આરોગ્ય ખાતાની ટીમ મુલાકાત લઇ?ગઇ હતી અને સાંજે સેનિટાઇઝ કરવાની કામગીરી જંગી રોડ પરના આ પરિવારના રહેઠાણ આસપાસ આરંભાઇ?છે. આ વખતે સ્થાનિક સંક્રમણનો પ્રથમ કિસ્સો આવ્યો છે પરંતુ તેની પારદર્શક તપાસ પણ થવી જોઇએ. 17 હજારની જનવસ્તીવાળા ગામની બજારમાં બીજા દશેક હજાર લોકોની આવન-જાવન રહે છે. સામખિયાળી વેપારી મંડળના પ્રમુખ મોમાયાભાઇ?આહીરે કહ્યું, આ પરિવારનો યુવાન ન્યુટેક કંપનીમાં કામ કરતો હોવાની વાત સામે આવી છે. અહીં અમદાવાદથી કામદારો આવન-જાવન કરતા હોય તે પણ?એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. સામખિયાળી આસપાસ અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આર્થિક બળ-ટેકો-સેવા પ્રવૃત્તિમાં તેમનું યોગદાન છે. સમાંતર તેમાં રહેતા મજૂર કામદાર વર્ગની રહેણીકરણી-સેનિટાઇઝ સિસ્ટમ, વ્યક્તિગત સ્વાસ્થ્ય ચિંતાપ્રેરક છે. કારખાના અંદર હજુય કંગાળ હાલતમાં મજૂરો જીવે છે. કેટલીક કંપનીમાં એક રૂમ ઓરડીમાં 8-10 માણસો એકસાથે રહેતા હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી છે. દેવ-દેવી મંદિરો, ધાર્મિક સ્થાનકો, મસ્જિદો પર ત્રણ-ચાર લોકો પૂજા-નમાજવિધિ પૂરતા જતા હોય છે. લોકડાઉનનું પૂરતું માન જળવાય છે, પરંતુ રહેઠાણ વિસ્તારમાં આવેલા?ધાર્મિક સ્થાનકોમાં ચાર વાગ્યામાં વેપાર કાર્ય બાદ સેવાર્થીઓ અનેક લોકોના સંપર્કોમાં આવતા હોય છે ત્યારે સંપૂર્ણ રહેઠાણ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનકોમાં આવી ગતિવિધિ?પર રોક લાગે તે જરૂરી છે. આવી ભીતિ સ્થાનિકોને રહે તે સ્વાભાવિક છે. વેપારી મથક, ઔદ્યોગિક, ધોરીમાર્ગ, અનેક હોટલો, પેટ્રોલપંપ, પાટણ-મોરબી-ભચાઉથી ઘરોબો અને લોકલ ટ્રાન્સમિશનના પાંચ કેસ સામે આવ્યા છે ત્યારે સામખિયાળીને સાવચેતીપૂર્વક લેવાય તે જરૂરી છે. ખેર, તાલુકાનું સૌથી મોટું આ ગામ અનેકને માટે આર્થિક પ્રવૃત્તિનું સ્થાનક છે. સેવા-એકતા-ભાઇચારાની મિશાલમાં નામ પણ લેવાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer