ગાંધીધામથી બિહારની વધુ એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના

ગાંધીધામથી બિહારની વધુ એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના
ગાંધીધામ, તા. 29 :  રેલવે  પ્રશાસન દ્વારા ચલાવાતી શ્રમિક સ્પેશિયલ ટ્રેન અંતર્ગત બે દિવસના વિરામ બાદ આજે  સાંજે ગાંધીધામથી બિહારની  વધુ એક  ટ્રેન રવાના કરાઈ હતી. આવતીકાલે ભુજથી એક અને  ગાંધીધામથી બે સહિત ત્રણ ટ્રેન રવાના થશે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સાંજે 8 વાગ્યે ગાંધીધામ-છપરા ટ્રેનને રેલવે અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ ટ્રેનમાં ગાંધીધામથી 940 શ્રમિકોએ વતન વાપસી કરી હતી. જ્યારે  મોરબીથી 760 પ્રવાસીઓ  વતન જવા રવાના થયા હતા. તમામ પ્રવાસીઓ માટે સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતીકાલે ભુજથી સવારે 11 વાગ્યે ગાંધીધામથી  દિબ્રુગઢ (આસામ), બપોરે 2 વાગ્યે ભુજથી માલદા ટાઉન (પશ્ચિમ બંગાળ) અને સાંજે 7 વાગ્યે ગાંધીધામથી બાલાસોર (ઓરિસ્સા)ની શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડશે. અગાઉ પણ બિહારની છપરા, દાનાપુર સહિતના રૂટ ઉપર ટ્રેન રવાના થઈ હતી.. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer