મણિનગર ખાતે પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું પ્રેમાંજલિ પર્વ ઊજવાયું

મણિનગર ખાતે પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું પ્રેમાંજલિ પર્વ ઊજવાયું
અમદાવાદ, તા. 29 : સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના 78મા પ્રેમાંજલિ પર્વની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી.મણિનગરમાં સ્વામિ-નારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના પ્રાગટય પર્વની ઉજવણીએ સંતોએ પુષ્પોના બાગમાં બિરાજતા સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામી બાપાની નિશ્રામાં ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીએ પુષ્પહાર પહેરાવ્યા હતા તથા અન્નકૂટોત્સવની સજાવટ કરાઇ હતી. આ અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધવિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની, અર્પણવિધિ યોજાયા હતા.આચાર્ય સ્વામીએ વિશ્વમાં શાંતિ બની રહે તે માટે સક્રિય રહી સામાજિક, રચનાત્મક પ્રવૃત્તિઓ સહિત નાતજાતના ભેદભાવથી પર રહીને અઢારે આલમને સમદૃષ્ટિથી નિહાળ્યા છે. સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા પાસેથી મેળવ્યા છે. તેઓનું સાંનિધ્ય, સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષોના જીવતરને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે તેવું જણાવ્યું હતું. આ અવસરે વર્તમાન સમયે ચાલી રહેલી વૈશ્વિક કોરોનાની મહામારી સંપૂર્ણ નાબૂદ થાય, સંક્રમિત થયેલા લોકો સાજા થાય અને સૌની આર્થિક સ્થિતિ સદ્ધર બને તેવા પ્રેમાંજલિ પર્વે સદ્ધર્મરત્નાકર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી હતી. વિશ્વભરમાં સ્વામિનારાયણ ગાદી પરિવારના હરિભક્તોએ પોતાના ઘરે રહી સાદાઈથી પ્રેમાંજલિ પર્વ ઊજવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer