સુરલભિટ્ટ માર્ગે પાણીની લાઇનનું કામ અધૂરું મૂકી દેવાતાં નારાજગી

સુરલભિટ્ટ માર્ગે પાણીની લાઇનનું કામ અધૂરું મૂકી દેવાતાં નારાજગી
ભુજ, તા. 29 : નગરપાલિકા દ્વારા સુરલભિટ્ટ માર્ગે નખાયેલી લાઇન માત્ર જીઇબી સબ સ્ટેશન સુધી જ નાખી અને મૂકી દેવાઇ. સુરલભિટ્ટ મંદિર આસપાસના વિસ્તારમાં જૂની લાઇનો હોતાં પાણીની સમસ્યા સતત રહેતી હોવાથી મંદિર સુધી લાઇન લઇ જવાય તેવી માંગ રહેવાસીઓમાં ઊઠી છે. ભુજમાં સુરલભિટ્ટ મંદિર નજીક અનિયમિત પાણી વિતરણને પગલે લોકોની હાલત કફોડી છે. વળી, પશુપાલન સાથે પણ ઉપરોક્ત રહેવાસીઓ સંકળાયેલા હોવાથી પાણી વિના મુશ્કેલીમાં વધારો થયો. ઉનાળામાં તો આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તાજેતરમાં ભુજ સુધરાઇ દ્વારા સુરલભિટ્ટ માર્ગે પાણીની લાઇન નાખવાનું કામ શરૂ કરાતાં રહેવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ, પરંતુ આ લાઇન માત્ર જીઇબી સબ સ્ટેશન સુધી જ નખાઇ અને કામ અધૂરું મૂકી દેવાતાં રહેવાસીઓમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પાણી મુદ્દે અનેકવાર રજૂઆત કરાઇ છે, હવે જ્યારે આટલું કામ કરાયું છે ત્યારે જો આ લાઇન મંદિર સુધી લઇ જવા સાથે નક્કર કામગીરી કરાય તો પાણી સમસ્યા હલ થાય તેવી  રહેવાસીઓમાં લાગણી ફેલાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer